સ્ટાઇલ મંત્રઃ એટ્રેક્ટિવ લુક આપતી સ્ટોન જવેલરી

Saturday 04th October 2025 11:59 EDT
 
 

સુંદર દેખાવા આપણે હંમેશાં અલગ અલગ ડિઝાઇનર કપડાં ખરીદીએ છીએ. સારાં કપડાં પહેરવાથી આપણી પર્સનાલિટી સારી લાગે છે, પણ લુક માત્ર કપડાં અને મેકઅપથી કમ્પ્લીટ નથી થતો. એ આઉટફિટ સાથે જ્વેલરીને પણ એડ કરવી જરૂરી છે. જવેલરીને સ્ટાઇલ કરવાથી જ તમારો લુક પરફેકટ લાગે છે. જવેલરીમાં અનેક પ્રકારની જવેલરી બજારમાં ઉપલબ્ધ છે. એમાં સ્ટોન જવેલરી ઓલ ટાઇમ હિટ છે.
• સ્ટોન એરિંગ્સઃ પ્રસંગોમાં આપણે હંમેશાં ટ્રેડિશનલ આઉટફિટ સ્ટાઇલ કરતા હોઈએ છીએ. એની સાથે દર વખતે હેવી જવેલરી શોભતી નથી. જેમ કે, વનપીસ, ગાઉન, ઈન્ડોવેસ્ટર્ન આઉટફિટ સાથે હેવી સેટ ટ્રાય ન કરી શકો. એના બદલે તેની સાથે સ્ટોનની એરિંગ્સ કેરી કરી શકાય. જેમ કે, સ્ટોન સ્ટડ અને લોન્ગ સ્ટોન એરિંગ્સ. આ પ્રકારની એરિંગ્સ ડિઝાઇન દેખાવમાં સારી લાગે છે, એમાં લુક એટ્રેક્ટિવ લાગે છે. અલગ ટ્રાય કરવા સ્ટોન ડિઝાઈનવાળા ડ્રોપ એરિંગ્સને પસંદ કરી શકો છો. આ પ્રકારનાં એરિંગ્સ માર્કેટમાં અલગ અલગ કલરમાં મળી જશે. તેને પહેર્યા બાદ લુક સારો લાગે છે.
• સ્ટોન વર્ક લોન્ગ નેકલેસ સેટઃ તમે સિમ્પલ અને એલિગન્ટ લુક ક્રિએટ કરવા ઇચ્છો છો તો એ માટે સ્ટોન વર્કવાળા લોન્ગ નેકલેસ સેટને સ્ટાઈલ કરી શકો છો. આ પ્રકારના સેટ સાડીથી લઈને વેસ્ટર્ન આઉટફિટ સાથે પણ પેર કરી શકાય છે. એનાથી એક્ટ્રેક્ટિવ લુક મળે છે. આ પ્રકારની જવેલરીમાં તમે તમારા મનગમતા સ્ટોનની પસંદગી કરી શકો છો. એમાં તમારો લુક પરફેક્ટ લાગશે.
• લેયર સ્ટોન નેકલેસ સેટઃ ફેમિલી ફંક્શન હોય અને તમે કંઈક હેવી ટ્રાય કરવા ઈચ્છો છો તો લેયર સ્ટોન નેકલેસને સ્ટાઈલ કરી શકો છો. આ પ્રકારના નેકલેસ સેટ પહેર્યા પછી સારા લાગે છે. આ ઉપરાંત દરેક આઉટફિટ સાથે સૂટ થાય છે, એમાં સેન્ટરમાં અલગ સ્ટોનની ડિઝાઈન મળશે. આ ઉપરાંત બાકીના સ્ટોન સેમ ડિઝાઈનમાં મળશે. એનાથી તમારો સેટ વધુ આકર્ષક લાગશે અને એટ્રેક્ટિવ લુક મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter