સ્પેનિશ ક્રાઉન પ્રિન્સેસની લશ્કરી ટ્રેનિંગ

Friday 23rd May 2025 08:23 EDT
 
 

પનામા સિટીના ટર્મિનલ ક્રૂઝ ખાતે લાંગરેલા સ્પેનિશ નેવીના ટ્રેનિંગ શિપ જુઆન સેબેસ્ટિયન ડી એલ્કાનો પર જઇ રહેલા સ્પેનિશ ક્રાઉન પ્રિન્સેસ લિયોનોર (ડાબે) સાથે અન્ય અધિકારીઓ. આજકાલ સામાન્ય લોકો ટીવી ડિબેટમાં ઊંચા અવાજે વાતો કરીને પોતાનો દેશપ્રેમ બતાવતા જોવા મળે છે ત્યારે સ્પેનનો રાજવી પરિવાર પોતાનો દેશપ્રેમ આર્મી, નેવી, એરફોર્સમાં સેવા આપીને વ્યક્ત કરે છે. ક્રાઉન પ્રિન્સેસ લિયોનોર છેલ્લા ઘણા સમયથી લશ્કરી તાલીમ લઈ રહ્યાં છે અને તેના ભાગરૂપે જ તાજેતરમાં નેવીના ટ્રેનિંગ શીપ પર પહોંચ્યા હતાં. તેમની આર્મી ટ્રેનિંગની સ્મૃતિમાં તાજેતરમાં સ્પેન સરકાર દ્વારા સિલ્વર કોઈન પણ બહાર પાડવામાં આવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter