હાઈ હિલ ચંપલ પહેરતાં આટલું ધ્યાનમાં રાખો

Wednesday 07th February 2018 05:02 EST
 
 

મોડેલને રોમ્પવોક કરતી કે હિરોઈન્સને ફિલ્મોમાં હાઈ હિલ સેન્ડલ પહેરેલી જોઈને સ્વાભાવિક રીતે યુવતીઓને અને મહિલાઓને પણ હાઈ હિલ સેન્ડલ્સ કે ચંપલ પહેરવાની ઇચ્છા થાય. તો તમે તમારો આ શોખ પૂરો કરી શકો છો પણ એના માટે કેટલીક સાવચેતી રાખવી પણ જરૂરી હોય છે. ખાસ કરીને એકાદ ઈંચથી વધુની પેન્સિલ હિલ પહેરનારા લોકોએ તો ઘણી વાતે ખાસ ધ્યાન રાખવું જ રહ્યું. બાકી પ્લેટફોર્મ હિલ કે સાદી હાઈ હિલ ધરાવતા પગરખા સરવાળે પહેરવામાં વધુ ધ્યાન રાખવાની જરૂરિયાત રહેતી નથી. ઘણીવાર કેટલીક મહિલાઓ હાઈ હિલ જૂતાં પહેરવાનું એટલા માટે પણ ટાળતી હોય છે કારણ કે તેઓને ડર હોય છે કે ક્યાંક તેમનો પગ લપસી ન પડે. જો તમે આવી કોઇ સમસ્યાથી પીડાવ છો અને અંદરથી આવા જૂતાં પહેરવાની તીવ્ર ઇચ્છા છે તો કેટલીક બાબતોનું રાખો ધ્યાન રાખવાનું રહે છે બસ...

  • હાઈ હિલ ચંપલ પહેરતી વખતે તમારામાં આત્મવિશ્વાસ કેળવો કે હાઈ હિલ્સમાં તમે તમારી જાતને કમ્ફર્ટેબલ રાખી શકો છો. તમારા ભયને બાજુએ મૂકી દો.
  • જો તમને લાગે કે તમે સીધા આ પ્રકારના ચંપલ પહેરીને ચાલી નહીં શકો તો સૌપ્રથમ હિલ્સમાં ઊભા રહેવાની પ્રેક્ટિસ કરો. તેના માટે એક ફુલ લેન્થ મિરર સામે ઊભા રહો. એ પછી બે કે ત્રણ દિવસ કાચની સામે આમ-તેમ ચાલવાની પ્રક્ટિસ કરો. તમારા પગ જ્યાં ખોટા પડી રહ્યા હોય તેને મિરરમાં જોઇને સુધારી લો.
  • કેટલીકવાર હિલ પહેર્યા બાદ તમારી ચાલ લથડાવા લાગે છે. હોઇ શકે કે તમારા ફુટવેરનું ફિટિંગ બરાબર ન પણ હોય. માટે તમે જ્યારે ચંપલ ખરીદો ત્યારે તેનું ફિટિંગ ચેક કરી લો.
  • હિલના પટ્ટાને ચકાસી જુઓ. તે યોગ્ય રીતે બાંધો. તે તમારી બોડીને બેલેન્સ કરવામાં મદદ કરશે.
  • જો તમે પેન્સિલ હિલ પહેરવા ઇચ્છતા હો તો તમારી હિલની લંબાઈ જેટલી નાની હશે તમે તેટલા જ કમ્ફર્ટેબલ રહેશો.
  • હાઈ હિલ ચંપલમાં વધારે પડતા પટ્ટા અને અન્ય ડિઝાઇનર અટેચમેન્ટ હશે તો તમને ચાલવામાં મુશ્કેલી પડશે. માટે બને તો સરળ હિલ પસંદ કરો.
  • પેન્સિલ હિલ ચંપલ ટ્રાય કરતાં પહેલાં સારી હાઇટ અને કમ્ફર્ટ બંને સાથે મેળવવા માટે તમારે પ્લેટફોર્મ હિલ્સ ટ્રાય કરવી જોઇએ.
  • તમારા પગને સીધા રાખવાનો પ્રયાસ કરો અને જેટલું બની શકે તેટલા તમારા પગને એકબીજાની સાથે રાખો અને ચાલવાનું શરૂ કરો અને ધ્યાનમાં રાખો કે તમારા પગ સહેજ પણ વાંકાચૂકા થાય નહીં.
  • હિલ્સ પહેરીને સીડીઓ ચઢી રહ્યા છો તો હેન્ડરેલનો ઉપયોગ કરો. સીડીઓ ચઢતી વખતે દરેક પગથિયે એક જ સ્પીડ સાથે તમારા પગ આગળ વધારો.
  • સૌથી મહત્ત્વનું એ છે કે બની શકે તેટલી પ્રેક્ટિસ કરો. હિલ્સ સાથે તમારી જાતને કમ્ફર્ટેબલ રાખવાનું આ સિક્રેટ છે.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter