લીંબુનો ફાળો જે રીતે આહારમાં અગત્યનો છે એ રીતે સૌંદર્ય જતનમાં પણ તેનું આગવું મહત્ત્વ છે, પછી વાત ત્વચાની હોય કે વાળની. હેર અને સ્કાલ્પના સ્વાસ્થ્યને જાળવવાનું કામ લીંબુ કરે છે. લીંબુ વિટામિન સી, મેગ્નેશિયમ, કેલ્શિયમ વગેરે જેવાં અનેક તત્ત્વોથી ભરપૂર હોય છે.
લીંબુ અને ઓલિવ ઓઇલ
ઓલિવ ઓઇલથી વાળનો ગ્રોથ વધે છે. એનાથી વાળ તૂટવાનું પ્રમાણ ઓછું થઇ જાય છે. બે મોટા ચમચામાં ઓલિવ ઓઇલ લો. એ પછી એક ચમચી દિવેલનું તેલ અને બે ટીપાં લેમન એન્સેન્શિયલ ઓઈલ લો. બધી સામગ્રીને મિક્સ કરો. તેને નવશેકું ગરમ કરો, પછી પંદર મિનિટ વાળમાં મસાજ કરી એમ જ રહેવા દો. અડધો કલાક બાદ શેમ્પૂ કરી વાળ ધોઈ લો.
વાળનો ગ્રોથ વધારે લીંબુ
લીંબુનો રસ સ્કાલ્પમાં કોલાજનને બૂસ્ટ કરવાનું કામ કરે છે. એનાથી ગ્રોથ ઝડપથી વધે છે. લીંબુનો રસ લઈ એમાં એટલાં જ પ્રમાણમાં પાણી મિક્સ કરો. પછી પાંચ મિનિટ માટે સ્કાલ્પમાં મસાજ કરો. મસાજ કર્યાના દસ મિનિટ પછી વાળને ધોઈ લો.
લીંબુ અને નાળિયેર પાણી
એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર નારિયેળ પાણી વાળ માટે સુરક્ષા કવચ તરીકે કામ કરે છે. એ વાળને ઓક્સિડેટિવ ડેમેજથી બચાવે છે. એક મોટો ચમચો લીંબુનો રસ લો. એમાં એક મોટો ચમચો નાળિયેરનું પાણી મિક્સ કરો. આ મિશ્રણને સ્કાલ્પમાં સારી રીતેં લગાવો. પછી બરાબર મસાજ કરો. 20 મિનિટ પછી વાળ માઇલ્ડ સલ્ફેટ ફ્રી શેમ્પૂથી ધોઈ લો.