હેર હાઈલાઈટ્સ આજકાલ ફેશનનો મહત્ત્વનો ભાગ બની ગયો છે. હાઈલાઈટ્સ એટલે તમારા નેચરલ વાળના કલર કરતાં થોડો લાઈટ અથવા અલગ શેડ આપી વાળમાં ડાયમેન્શન શાઈન અને સ્ટાઈલ ઉમેરવી. યોગ્ય રીતથી કરવામાં આવે તો હાઈલાઈટ્સ ચહેરાને વધુ ગ્લો આપે છે અને આખી પર્સનાલિટી ચેન્જ કરી શકે છે.
હાઇલાઇટ્સ શું છે?
હાઈલાઈટસ એ હેર કલરિંગ ટેક્નિક છે, જેમાં વાળના થોડા સિલેક્ટેડ સેક્શનને લાઈટ અથવા કલર કરવામાં આવે છે. તેમાં સંપૂર્ણ વાળને કલર કરતા નથી, પણ થોડા સ્ટ્રેન્ડ્સને અલગ શેડ આપવામાં આવે છે.
હાઈલાઈટ્સના લોકપ્રિય પ્રકારોની વાત કરીએ તો...
• બાલાએજ: હાથથી પેઈન્ટ કરીને નેચરલ લુક આપતી ટેક્નિક છે.
• ફોઈલ હાઇલાઇટ્સ: ફોઈલનો ઉપયોગ કરીને ચોક્કસ સેક્શનમાં કલર કરવો.
• બેબી લાઈટ્સ: ખૂબ પાતળી અને સોફ્ટ હાઈલાઈટ્સ નેચરલ લુક માટે.
• ઓમ્બ્રે: રૂટથી ડાર્ક અને એન્ડ્સ તરફ લાઈટ શેડ.
હાઈલાઈટસ શા માટે કરવી?
જો તમને નવો લુક જોઈએ છે, પરંતુ સંપૂર્ણ કલર કરવો નથી તો હાઈલાઈટ્સ બેસ્ટ ઓપ્શન છે. પાતળા વાળમાં હાઈલાઈટ્સ કરવાથી વાળ વધુ ગાઢ અને ભરાવદાર લાગે છે. ચહેરા આસપાસ લાઈટ શેડ આપવાથી ચહેરો વધુ બ્રાઈટ દેખાય છે. થોડા વ્હાઈટ વાળ હોય તો હાઈલાઈટસથી તે નેચરલી બ્લેન્ડ થઈ જાય છે.
હાઈલાઈટ્સ ક્યારે કરશો?
જ્યારે વાળ હેલ્ધી હોય અને વધારે ડેમેજ ન હોય ત્યારે. હેર સ્મુધિંગ, રિબોન્ડિંગ કે કેમિકલ ટ્રીટમેન્ટ પછી ઓછામાં ઓછા 2-3 મહિના બાદ સીઝનલ લુક ચેન્જ કરવા અને લગ્ન, ફંક્શન, ફેસ્ટિવલ આવતા હોય ત્યારે. જો વાળ બહુ ડ્રાય, બ્રિટલ કે વધારે હેરફોલ હોય તો પહેલાં હેર ટ્રીટમેન્ટ કરાવી લેવી સલાહભર્યું છે.
હાઇલાઈટ્સ કઇ રીતે કરશો?
હાઈલાઈટ્સ કરવાની સ્ટેપ બાય સ્ટેપ રીત જોઇએ તો...
હેર એનાલિસિસ: સૌપ્રથમ વાળના ટેક્સચર, સ્કાલ્પ કન્ડિશન અને હેર હિસ્ટરી ચેક કરવામાં આવે છે. પહેલાં કયો કલર કરાવ્યો છે તે જાણવું જરૂરી છે.
શેડ સિલેક્શન: હાઈલાઈટ્સ માટે હંમેશા સ્કિન ટોન મુજબ શેડ પસંદ કરવો જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જેમ કે, વ્હાઇટીશ સ્કિન માટે કેરેમલ, હની, ગોલ્ડન. ફેર સ્કિન માટે એશ બ્રાઉન, બર્ગન્ડી, જ્યારે ડાર્ક સ્કિન માટે કોપર કે મહોગની.
સેક્શનિંગ: વાળને નાના સેક્શનમાં વહેંચવામાં આવે છે.
એપ્લિકેશન: પસંદ કરેલી ટેક્નિક મુજબ કલર લગાવવામાં આવે છે. ફોઈલ અથવા ફ્રીહેન્ડ પેઈન્ટિંગ થાય છે.
પ્રોસેસિંગ ટાઇમ: 20-45 મિનિટ સુધી કલર રાખવામાં આવે છે. જોકે આ સમય પ્રોડક્ટ અને લાઈટનેસના આધારે વધતો-ઓછો હોય શકે છે.
વોશ અને ટોનિંગ: નિયત સમય પૂરો થયા બાદ હેર વોશ કરીને જરૂરી હોય તો ટોનર લગાવવામાં આવે છે.
કન્ડિશનિંગ અને સ્ટાઈલિંગ: ડિપ કન્ડિશનિંગ કરી વાળને સોફ્ટ બનાવવામાં આવે છે.
હાઈલાઈટ્સ પછી કાળજી કેવી રીતે રાખવી?
હાઈલાઈટ્સ કરાવ્યા બાદ હંમેશા સલ્ફેટ ફ્રી શેમ્પૂનો ઉપયોગ કરો. હેર માસ્ક અઠવાડિયામાં 1-2 વાર કરો. હોટ સ્ટાઈલિંગ ઓછું કરો. સન એક્સપોઝરથી બચવા માટે હેર સીરમ વાપરો. 3-4 મહિનામાં ટચઅપ કરાવો.
હાઈલાઈટ્સના ફાયદા અને ગેરફાયદા
હાઈલાઈટ્સના ફાયદા જોઇએ તો, લુકમાં તરત ચેન્જ મળે છે. વાળમાં શાઈન અને ડાયમેન્શન મળે છે. કૂલ કલર કરતાં ઓછું ડેમેજ થાય. વ્હાઈટ હેર બ્લેન્ડિંગ થાય. અને ખોર્ટી ટેક્નિકથી ડ્રાયનેસ આવી શકે. યોગ્ય કાળજી ન રાખીએ તો ખરાબ શેડ આવી શકે. વાળ અને હાઈલાઈસ્ટની યોગ્ય કાળજી લેવામાં આવે તો તમારો લુક ખરાબ પણ પણ કરી શકે છે.
હાઈલાઈટ્સ ઘરે જ કરશો કે પાર્લરમાં?
ઘરે નાના સ્ટ્રેન્ડ, હાઈલાઈટ્સ જરૂર કરી શકાય છે, પરંતુ પ્રોફેશનલ સલૂનમાં કરાવવી વધુ સલામત છે, કારણ કે બ્લીચ અને કેમિકલનો ખોટો ઉપયોગ વાળને ભારે નુકસાન પહોંચાડી શકે છે. હાઈલાઈટ્સ સુંદર અને સ્ટાઈલિંગ હેર કલરિંગ ઓપ્શન છે, જે તમારા લુકમાં નવી તાજગી લાવે છે, પરંતુ હંમેશાં વાળની હેલ્થને પ્રાથમિકતા આપવી જોઈએ. યોગ્ય શેડ, યોગ્ય ટેક્નિક અને યોગ્ય કાળજીથી હાઈલાઈટ્સ લાંબા સમય સુધી સુંદર દેખાય છે.


