હૈદરાબાદના આંગણે યોજાનારી મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભાગ લેવા વિશ્વભરમાંથી સુંદરીઓ ભારત પહોંચી રહી છે. મિસ પોર્ટુગલ મારિયા હૈદરાબાદ પહોંચતાં સ્થાનિક ડાન્સરો દ્વારા તેનું પરંપરાગત સ્વાગત કરાયું હતું. સ્પર્ધામાં કુલ 116 દેશોની સુંદરી ભાગ લઇ રહી છે, જેમાં ભારતનું પ્રતિનિધિતવ રાજસ્થાનની નંદિની ગુપ્તા કરશે. બ્યુટી કોન્ટેસ્ટની ફાઇનલ 31 મેના રોજ યોજાશે.