હોમ ટિપ્સ

Saturday 20th April 2019 08:47 EDT
 
 

• બટાટાની કચોરી બનાવતી વખતે એના મસાલામાં થોડોક ચણાનો લોટ મિક્સ કરવાથી કચોરીઓ વધારે કરકરી બનશે.
• એક્સ્પાયરી ડેટ ધરાવતી ટેબ્લેટ ફેંકી ન દેતાં ગુલાબના ક્યારામાં નાંખો, સારા ખાતરનું કામ કરશે.
• સેલોટેપ પાતળી હોવાને કારણે ઘણી વખત એનો છેડો હાથમાં જ નથી આવતો. આવું થાય ત્યારે સેલોટેપને થોડીક વાર માટે ફ્રિજમાં મૂકી દો. એનાથી છેડો એની મેળે ઉપસી આવશે.
• ગુલાબજાંબુ બનાવતી વખતે માવામાં મેંદાની જગ્યાએ ઘઉંનો લોટ મિક્સ કરો. ગુલાબજાંબુ સ્વાદિષ્ટ અને નરમ બનશે.
• બૂટ પર લીંબુની છાલ ઘસીને એને થોડો સમય સુધી તડકામાં મૂકી રાખો. ત્યારબાદ પોલિશ કરવાથી એમાં અનેરી ચમક આવશે.
• થર્મોસને ધોઇને સાફ કરીને મૂકતાં પહેલાં એમાં થોડી ખાંડ નાખી દો. ખાંડ ભેજ શોષી લેશે અને થર્મોસમાંથી વાસ પણ દૂર થશે.
• ઘરમાં ડુંગળી ન હોય તો આદુના થોડા રસમાં હિંગ નાખી દો. પછી એ શાકમાં નાખશો તો એનાથી ડુંગળી જેવો જ સ્વાદ આવશે.
• રબડી જાડી અને સ્વાદિષ્ટ બનાવવા માટે અંદર થોડી ખસખસ અને ખાવાનો સોડા નાખો.
• ચોખાના લોટના લાડુ બનાવતી વખતે જો એમાં થોડી વઘારેલી મગફળીનો ભૂકો ભેળવી દેશો તો લાડુ મજેદાર બનશે.
• દાળ-શાકમાં મરચું વધારે પડી ગયું હોય તો લીંબુ રસ અને ખાંડ નાખવાથી તીખાશ ઓછી થશે.
• એકસરખા તાળા-ચાવીથી મુશ્કેલી પડતી હોય એમને અલગ પાડવા માટે એના પર જુદા જુદા કલરની નેઇલપોલિશ લગાવી દો.
• ફ્લાવર અથવા કોબીનો રંગ જાળવી રાખવા એ રાંધતી વખતે એક ચમચી દૂધ અને અથવા દૂધનો પાવડર નાખો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter