હોમ ટિપ્સ

Sunday 18th July 2021 09:56 EDT
 

રોજિંદા જીવનને સરળ બનાવતા ઘરેલુ નુસ્ખા...

• મુખમાંના છાલા પર લીંબુની છાલ ઘસવા અથવા લીંબુનો રસ પીવાથી રાહત થાય છે.
• એક ગ્લાસ પાણીમાં એક લીંબુ નીચોવીને નરણાં કોઠે પીવાથી આંખની રોશની વધે છે.
• શાકમાં તેમજ સોસમાં મીઠાશ લાવવા સાકરને બદલે ગાજરનો ઉપયોગ કરવો. તેની મીઠાશ વાનગીમાં આવે છે તેમજ તે સ્વાસ્થ્યવર્ધક તેમજ સ્વાદિષ્ટ પણ છે.
• ચીઝને તાજી રાખવા ફ્રિજરની ચિલ ટ્રેમાં મૂકો.
• રોટલીનો લોટ વધુ પ્રમાણમાં બાંધ્યો હોય તો લોટ પર તેલ અથવા ઘી ચોપડીને રેફ્રિજરેટરમાં મૂકવાથી લોટ કાળો પડશે નહીં.
• કેસરની સોડમ વધારવા કેસરને માઈક્રોવેવ ઓવનમાં જરા તપાવીને હાથેથી મસળવું. પછી તેમાં એક ચમચી હૂંફાળું દૂધ ભેળવીને બરાબર હલાવી લો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter