હોમ ટિપ્સ

Saturday 24th July 2021 07:25 EDT
 

રોજબરોજના જીવનને સરળ બનાવતા ઘરેલુ નુસ્ખા...

• જામ બનાવતી વખતે બે ચમચી લીંબુનો રસ ભેળવવાથી જામ જલ્દી બને છે.
• પેટીસને તવા પર સાંતળતા પહેલાં તવા પર તેલ લગાડવું અને પછી પેટીસને તેલમાં ડૂબાડી તવા પર મૂકીને શેકવાથી પેટીસ ક્રિસ્પી થાય છે.
• ઘઉંનો લોટ બાંધતી વખતે તેમાં થોડીક મલાઈ ઉમેરી દેવાથી પરોઠા-રોટલી મુલાયમ થાય છે.
• ૧૦ ગ્રામ તુલસીના પાન અને ૭ મરી દાણા લઇને પાણી સાથે વાટી થોડા દિવસો પીવાથી મેલેરિયા તાવમાં રાહત થાય છે.
• સ્વાદિષ્ટ ખમણ બનાવવા ચણાની દાળને ૭-૮ કલાક પાણીમાં પલાળ્યા બાદ દહીં,આદુ-મરચાં સાથે થોડી કરકરી વાટીને ૭-૮ કલાક આથો આવવા દો. પછી તેમાં મીઠું તથા એકાદ ચમચી સાકર નાખીને હલાવો. થાળીમાં આથો પાથરી ફ્રૂટસોલ્ટ નાખી બરાબર ફીણીને ઢોકળાં ઉતારો. આ ખમણ એક વાર ઘરે બનાવશો પછી બહારના ખમણ ભાવશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter