હોમ ટિપ્સ

Sunday 25th April 2021 05:00 EDT
 

રોજબરોજના જીવનમાં ઉપયોગી હોમ ટિપ્સ...

• ઢોકળાં બનાવતી વખતે એમાં થોડાં પીસેલાં કાળાં મરી છાંટી ભભરાવશો તો ઢોકળાંનો સ્વાદ મજેદાર બની જશે.
• બટાટાની કાતરી બનાવતી વખતે ઉકળતા પાણીમાં થોડી ફટકડી અને બે ચમચી તેલ નાખો. આમ કરવાથી કાતરી સફેદ અને કરકરી બનશે તેમ જ એકબીજા સાથે ચોંટશે નહિ.
• લીંબુની છાલ પર એક ચટપટી પીસેલું મીઠું લગાવીને એનાથી વાસણો સાફ કરવાથી સહેલાઈથી સાફ થઈ જાય છે અને એકદમ નવાં જેવાં થઈ જાય છે.
• હાંડવો કૂકરમાં મૂકતાં પહેલાં કૂકરમાં તેલ લગાવીને ઘઉંનો ઝીણો લોટ ભભરાવી દો. હાંડવો ચોંટશે નહિ.
• પ્રિન્ટિંગ શાહીના ડાઘ દૂર કરવા માટે કેરોસીનમાં એ ડાઘવાળા કપડાને ભીનું કરીને ઘસો અને પછી ગરમ પાણીથી ધોઈ નાખો. ડાઘ તરત જ દૂર થઈ જશે.
• કોથમીરને લાંબા સમય સુધી તાજી રાખવા માટે સ્વચ્છ પાણીથી ધોઈ છાપામાં કે પેપરમાં રૂમાલમાં વીંટાળી પ્લાસ્ટિકની થેલીમાં ભરીને ફ્રિજમાં મૂકી દેવી, ડીપ ફ્રીઝરમાં નહિ.
• પાપડ વણતી વખતે તેલની જગ્યાએ ઘી લગાવો. એનાથી પાપડ કાળા નહિ પડે.
• નર્સરીમાં છોડ ખરીદીને ઘરે લાવવાના હો તો છોડ સવારે કે સાંજે ખરીદો, કારણ કે બપોરે ખરીદેલા છોડ વધારે પ્રમાણમાં સુકાઈ જાય છે.
• કપડાંના કબાટમાંથી ભેજની વાસ દૂર કરવા એક ડિશમાં થોડું મીઠું રાખો.
• લવિંગ, અજમો, જીરું, મેથીના દાણા વગેરેનો ઉપયોગ શાક કે દાળ બનાવતી વખતે જરૂર કરો. આ મસાલાઓ અનેક રોગોથી દૂર રાખે છે.
• પૂડલા કે ઢોસા બનાવતાં પહેલા તવા પર ડુંગળી ઘસો. પૂડલા તવાર પર નહિં ચોંટે.
• રૂમમાં ગરોળીનો ત્રાસ વધી ગયો હોય તો રૂમમાં મોરપીંછ રાખો. ગરોળી ભાગી જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter