હોમ ટિપ્સ

Saturday 15th May 2021 04:36 EDT
 

રોજિંદા જીવનમાં નાની-મોટી બાબતોમાં ઉપયોગી હોમ ટિપ્સ... 

• ફ્રિજમાંથી દુર્ગંધ દૂર કરવા માટે રૂમાં વેનિલા એસેન્સ નાખીને ફ્રિજમાં રાખો.
• કોઈપણ લાકડાના કે બીજાં ખાનાઓની અંદર ભેજની વાસ આવતી હોય તો સિલિકા જેલ મૂકવાથી ભેજની વાસ દૂર થાય છે.
• ગરમીના દિવસોમાં દૂધ ફાટી જતું હોય તો દૂધમાં થોડું પાણી નાખવું. એનાથી દૂધ જલદી બગડી નથી જતું.
• એક સાથે પલાળેલા કપડાંમાં એકનો રંગ બીજા પર લાગી જાય તો એ રંગના ડાઘ પર ગરમ પાણી નાખો. બે-ત્રણ વખત સતત આ રીતે ગરમ પાણી નાખવાથી ડાઘ દૂર થઈ જશે.
• ગ્લાસને ફક્ત ગળીના પાણીથી સાફ કરવાથી નવા જેવા જ રહેશે.
• ટોમેટો સૂપ સ્વાદિષ્ટ બનાવવા માટે એમાં થોડો વાટેલો ફુદીનો નાખો.
• બહારથી ઘરમાં આવો અને ગેસની વાસ આવે તો તરત પહેલા બારી-બારણાં ઉઘાડી નાખવા. ઇલેક્ટ્રિકની સ્વિચ ઓન-ઓફ કરવાની ઉતાવળ ન કરવી. જરા અમસ્તા સ્પાર્કથી મોટો ભડકો થઈ શકે છે. બારી-બારણાં ઉઘાડ્યા પછી ગેસના ચૂલાનાં તથા ટાંકીનાં નોબ ચેક કરવાં.
• જલેબી બનાવતી વખતે એક વખત જોઈએ એવી ચાસણી થઈ જાય પછી જલ્દી ચાસણી જાડી ન થાય એ માટે એમાં લીંબુંના બે-ત્રણ ટીપાં નાખો.
• ટેબલ પર રાખેલી લાંબી ફૂલદાની કે વાઝ ક્યારેક જરાક ઠોકર લાગતાંની સાથે પડીને તૂટી જાય છે. એમ થતું અટકાવવા માટે એની અંદર રેતી કે પથ્થર જેવું વજન ભરી રાખો.
• પ્રવાસમાં પૂરી અને પરાઠાં લાંબો સમય તાજાં રાખવા માગતા હો તો લોટ હૂંફાળા દૂધથી બાંધો • વધેલી ચટણીને કેળા પાનમાં રાખી મૂકવાથી વધુ સમય તાજી રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter