હોમ ટિપ્સ

Sunday 27th June 2021 04:23 EDT
 

રોજબરોજના જીવનને સરળ બનાવતા કેટલાક ઘરગથ્થુ નુસખા...

• વાસણોમાં જો વાસ આવતી હોય તો એને મીઠાના પાણીથી સાફ કરો અને એમાં જો મેલ જામી ગયો હોય તો સરકાનું પાણી વાસણમાં નાખીને એને ઉકાળી લો.

• દહીંવડા બનાવતી દહીંમાં થોડીક ખાંડ નાખવાથી સહેજ મીઠાશ આવવાને કારણે દહીંવડાં વધુ સ્વાદિષ્ટ લાગશે.
• બાળકોને ક્યારેય ઠંડું દૂધ ન પીવડાવો. ઘણી વખત એવું બને છે કે બોટલમાં ભરતી વખતે જ દૂધ ઠંડુ થઈ જાય છે. એ માટે દૂધની બોટલને થોડી વાર ગરમ પાણીમાં મૂકી રાખવાથી બોટલમાં રહેલું દૂધ ગરમ રહે છે.
• ઘરની અંદર નાનકડા કૂંડામાં ઝાડ-પાનને પ્રકાશ ન મળતો હોય તો એના પર સિંદૂર મેળવેલું પાણી છાંટો. એનાથી ઝાડ-પાન મૂરઝાતાં નથી.
• રોટલીનો લોટ બાંધતી વખતે એમાં એક ચમચી દહીં નાખવાથી એ પોચી બને છે અને ફૂલે પણ છે.
• જમીન પર ચાના ડાઘ પડી ગયા હોય તો મીઠાવાળા પાણીથી એ સાફ કરવાથી ડાઘ જતા રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter