હોમ ડેકોરઃ દીવાલ અને જૂનું ફર્નિચર સજાવો વોલપેપરથી

Saturday 01st October 2022 04:57 EDT
 
 

દરેક વ્યક્તિ ઇચ્છતી હોય છે કે તેનું ઘર સૌથી સુંદર લાગે. અને ઘરની સુંદર સજાવટ માટે વોલપેપર બહુ સારો વિકલ્પ સાબિત છે. ઘરને સજાવવા માટે આજકાલ માર્કેટમાં અનેક પ્રકારની સામગ્રીઓ મળતી હોય છે. જો તમે તમારા ઘરને ઓછા ખર્ચામાં એકદમ અલગ લુક આપવા ઇચ્છતાં હો તો દીવાલને વોલપેપર દ્વારા સજાવી શકો છો.
આજકાલ દીવાલોની સજાવટ પણ ઇન્ટિરિયર ડેકોરેશનનો મહત્વનો હિસ્સો બની ગઇ છે. આનાથી દીવાલને નવો લુક મળે છે. આનાથી દીવાલને નવા રંગ-રૂપ મળે છે. અને આખા રૂમની સુંદરતા ખીલી ઉઠે છે. વોલપેપરમાં રંગ અને ડિઝાઇનમાં અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. જેની પસંદગી રૂમની બનાવટને ધ્યાનમાં રાખીને કરવી જોઇએ.
ઘણી વખત રૂમને ધ્યાનમાં રાખવાના બદલે માત્ર કલર અને ડિઝાઇનને ધ્યાનમાં રાખીને વોલપેપરની પસંદગી કરવામાં આવે છે. આનાથી રૂમની સુંદરતા વધવાને બદલે ઘટી જાય છે. જો રૂમ નાનો હોય અથવા તો પ્રકાશ ઓછો હોય તો આ મુદ્દો ધ્યાનમાં રાખીને જ વોલપેપરની પસંદગી કરવામાં આવે તો યોગ્ય છે.
• ફર્નિચરની સજાવટઃ ઘરની અંદર આવેલા દરવાજા ઘણા સાધારણ હોય તો તેનો લુક વોલપેપરથી બદલી શકાય. દરેક દરવાજા પણ અલગ વોલપેપર લગાવી શકાય. આ સિવાય વોલપેપરને કેબિન અથવા ડ્રોઅરની ઉપર લગાવો. તેનાથી કેબિનને અલગ લુક મળશે. જરૂરી નથી કે આખા ડ્રોઅર પર લગાવો. કેટલાક હિસ્સા પર પ્લેન વોલપેપર લગાવી શકાય. ઘરમાં જૂના લાકડાના કબાટને ભંગારમાં આપવાનું વિચારી રહ્યા હો તો તેના ડ્રોઅર કાઢીને દિવાલ પર સજાવી દો. વોલપેપરનો ઉપયોગ દીવાલની સુંદરતા વધારવા માટે જ નહીં, પરંતુ સજાવટ સમાનમાં પણ થઇ શકે છે.
• સર્જનાત્મક સ્ટાઇલઃ તમે વોલપેપરનો ક્રિએટિવ ઉપયોગ કરીને ઘરની અનેક વસ્તુઓને અલગ અલગ લુક આપી શકો છો. ઘરને સજાવતાં પહેલા ધ્યાન રાખો કે રૂમમાં ડાર્ક કલર અને ડાર્ક કલરના વોલપેપરનો ઉપયોગ ન કરો, કારણ કે ડાર્ક કલરથી રૂમમાં લાઇટ ઓછી લાગે છે. જો તમે ડાર્ક કલરનો ઉપયોગ કરો છો તેનાથી તમારા રૂમમાં નેગેટિવ ઊર્જા આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter