૧૫ મિનિટ અને ૫૦ ઇંજેક્શન વડે મેળવો યુવાન દેખાવ

Wednesday 01st July 2015 06:20 EDT
 

વોશિંગ્ટનઃ હવે વૃદ્ધ વ્યક્તિ પણ માત્ર ૧૫ મિનિટમાં યુવાન વયની વ્યક્તિ જેવો દેખાવ મેળવી શકશે, પરંતુ આ માટે તેણે ૫૦ ઇન્જેક્શન લેવાની તૈયારી રાખવી પડશે. આ ટ્રીટમેન્ટને અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા પણ માન્યતા મળી છે. આ ટ્રીટમેન્ટ માત્ર એક જ સેશનની હોય છે અને મહિલાઓ તેને વધુ અપનાવે તેવી શક્યતા છે.
પ્રથમ વખત એવું બન્યું છે કે આ પ્રકારની ટ્રીટમેન્ટને અમેરિકાના ટોચના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગ દ્વારા માન્યતા આપવામાં આવી હોય. કોસ્મેટિક સર્જરી ઇન્ડસ્ટ્રીઝમાં આ એક નવો પ્રયોગ છે અને તેને માન્યતા મળતાં તે અનેકગણો વિસ્તરી શકે છે. આ ટ્રીટમેન્ટ માટે જે દવાનો ઉપયોગ કરવામાં આવે છે તેને કીબેલા નામ આપવામાં આવ્યું છે અને તેનાં પ્રાથમિક સંશોધનમાં ઘણી સફળતા મળી છે. ઇન્જેક્શન દ્વારા આ દવાને શરીરમાં પહોંચાડવામાં છે. આ દવા ફેટ ઘટાડવામાં ઘણી મદદરૂપ થઇ છે.
આ દવાનો ઉપયોગ કરનારા ફ્લોરિડાના પ્લાસ્ટિક સર્જન ડો. જેસન પોઝનર કહે છે કે આ ટ્રીટમેન્ટ સિવાય યુવાન દેખાવ હાંસલ કરવાનો બીજો કોઇ જ ઉપાય નથી. દરેક લોકો આ દવાનો ઉપયોગ કરવા માટે આતુર છે. આ ટ્રીટમેન્ટ તમારા શરીરનું બિનજરૂરી ફેટ દુર કરે છે
આ ટ્રીટમેન્ટ માટે મહિલા કે પુરુષને એક સેશનમાં દવાના ૫૦ ઇન્જેક્શન આપવામાં આવે છે. આ ઇન્જેક્શન દાઢીમાં આપવામાં આવે છે, જે બાદમાં ચહેરા સહિતના અન્ય ભાગોમાં પહોંચે છે.
કીબેલા નામની આ દવામાં ડીઓક્સીકોલીક એસિડ (ડીસી) હોય છે જે સામાન્ય રીતે ફેટને તોડવાની ક્ષમતા ધરાવે છે. વ્યક્તિનો ચહેરો વૃદ્ધ દેખાડતા ઉપરના કોષને તોડી પાડવાનું કામ આ દવા કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter