૧૫ મિલિયન ડોલરનો બ્રાઇડલ ગાઉન

Sunday 16th February 2020 06:33 EST
 
 

થોડા દિવસ પહેલાં ઇજિપ્શિયન ડિઝાઇનર હેની એલ બેહિરીએ પેરિસના ઓરિયેન્ટલ ફેશન શો માટે પ્લેનના રનવે પર બ્રાઇડલ ગાઉન રજૂ કર્યો હતો. એ ગાઉનને હાથીદાંતનાં તારની બનેલી નેટ, સિલ્ક ઑર્ગન્ઝા, સેંકડો હીરા જડેલી એમ્બ્રોઇડરીથી સજાવવામાં આવ્યો હતો. ઇજિપ્શિયન ડિઝાઇનરે આ ડ્રેસ સૌથી મોંઘા ડ્રેસિસમાં ત્રીજા ક્રમે હોવાનો દાવો કર્યો છે. ઇજિપ્તના અમીર પરિવારની દીકરીએ ઑર્ડર કરેલો આ ગાઉન બનાવતાં ૮૦૦ કલાક લાગ્યા હતા. એ ડ્રેસની કિંમત ૧૫ મિલિયન ડોલર એટલે કે અંદાજે ૧૦૭ અબજ રૂપિયા છે. પેરિસના કેરોસલ ડુ લુવ્રેમાં યોજાયેલા ઓરિએન્ટલ ફૅશન શોની ૩૪મી એડિશન માટે આ  ડ્રેસ બનાવવામાં આવ્યો હતો.
વિશ્વમાં સૌથી મોંઘો ડ્રેસ ૨૦૦૯માં બનાવવામાં આવ્યો હતો, જે ૩૦ મિલિયન ડોલર એટલે કે અંદાજે ૨૧૪ અબજ રૂપિયાનો હતો. એ ડ્રેસ ‘નાઇટિંગેલ’ તરીકે ઓળખાય છે. એના પછી બીજા ક્રમે ૨૦૧૩માં બ્રિટિશ ડિઝાઇનર ડેબી વિંગેમે બનાવેલો ડ્રેસ ૧૭.૭ મિલિયન ડોલર એટલે કે અંદાજે ૧૨૬.૨૦ અબજ રૂપિયાનો નોંધાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter