૧૬ વર્ષની કિશોરીએ માતા-પિતાના હત્યારા આતંકીઓને ઢળી દીધા

Monday 27th July 2020 08:03 EDT
 
 

કાબુલ: એક અફઘાન કિશોરીએ તેના માતા-પિતાની હત્યા કરનારા ત્રણ આંતકવાદીની એક ૪૭ ગન વડે ખતમ કરી નાખતાં વિશ્વભરમાં તેના નામની ચર્ચા થઇ રહી છે. કેમ કે, તેની પર જોખમ વધી ગયું છે. મીડિયામાં અહેવાલો અનુસાર કમલ ગુલ નામની આ કિશોરીએ પિતા ગામના સરપંચ હોવાથી સાથે સાથે સરકારના સમર્થક હોવાથી તાલીબાની આંતકીઓને આંખના કણાની જેમ ખટકતા હતા. ૧૭મી જુલાઇએ રાત્રે એક વાગ્યે આતંકવાદીઓ તેમના ઘરમાં ઘૂસી ગયા હતા. કમર ગુલના પિતાને અને માતાને આંતકીઓ ઘરની બહાર ઘસેડીને લઇ ગયા હતા અને તેમની હત્યા કરી નાંખી હતી. આ જોઇને રોષે ભરાયેલી કમર ગુલ એકે ૪૭ સાથે બહાર નીકળી હતી અને આંતકવાદીઓ પર ગોળીઓના વરસાદ કરી દીધો હતો.

એક કલાક સુધી ફાયરિંગ ચાલ્યું હતું. એ વખતે કમરની સાથે તેનો ભાઇ પણ તેની સાથે હાજર હતો. તે પછી ગામના લોકોએ કમરગુલના સમર્થનમાં આંતકવાદીઓ પર હુમલો કરી દીધો હતો. હાલમાં તો અફઘાન સુરક્ષાદળો કમર અને તેના ભાઇને સુરક્ષિત જગ્યાએ લઇ ગયા છે. આ ઘટના બાદ કમર બે દિવસ સુધી આઘાતમાં સરી પડી હતી. આ કિશોરીનું કહેવું છે કે, હુમલો કરવા મારો અધિકાર હતો. મારે મારા માતાપિતા વગર એમ પણ જીવવાની ઇચ્છા નહોતી. આ ઘટના બાદ કમર ગુલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તેનો એકે૪૭ સાથેનો ફોટો વાઇરલ થઇ રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter