૬ વર્ષની સારાને ગિનિઝ બુકમાં સ્થાન

Wednesday 27th November 2019 06:30 EST
 
 

ચેન્નઇની ૬ વર્ષની બાળકી સી. સારાને તમિલનાડુ ક્યૂબ એસોસિયેશને વિશ્વની સૌથી નાની જિનિયસનો ખિતાબ આપ્યો છે. આ બાળકીએ તાજેતરમાં આંખે પાટા બાંધીને કવિતા ગાતાં ગાતાં ૨ મિનિટ ૭ સેકન્ડમાં ૨ બાય ૨ રુબિક ક્યૂબ સોલ્વ કરી દીધો હતો. તેની આ સિદ્ધિને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ સ્થાન મળ્યું છે. પહેલા ધોરણમાં ભણતી સારાએ ૪ મહિના પહેલાં જ રુબિક ક્યૂબથી રમવાનું શરૂ કર્યું હતું. તેના ટીચર્સનું કહેવું છે કે સારાનો આઇક્યુ તેની ઉંમરના બાળકોથી ઘણો વધારે છે. રુબિક ક્યૂબ સોલ્વ કરીને અત્યાર સુધીમાં ૫ એવોર્ડ મેળવી ચૂકેલી સારાને કાવ્યપઠન પણ બહુ ગમે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter