‘મિસ યુનિવર્સ’નાં 75 વર્ષ 3,150 હીરાથી ઝળહળશે શાહી તાજ

Sunday 22nd November 2026 06:06 EST
 
 

વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત સૌંદર્ય સ્પર્ધા ‘મિસ યુનિવર્સ 2026’ના ગ્રાન્ડ ફિનાલે પહેલાં તેની 75મી વર્ષગાંઠ નિમિત્તે નવો શાહી તાજ રજૂ કરાયો છે. ‘ધ રેડિયન્સ ઓફ એન ઇટર્નલ લેગસી’ નામનો આ તાજ જગવિખ્યાત ડિઝાઇનર જ્યોર્જ વિટેલ્સ અને મેસન ડી’ઓર દ્વારા તૈયાર કરાયો છે. આ ભવ્યાતિભવ્ય તાજમાં કુલ 3,150 ચમકતા હીરા જડવામાં આવ્યા છે.
1952થી અત્યાર સુધીમાં આ મંચ પર 12 અલગ-અલગ ડિઝાઈનના તાજ જોવા મળ્યા છે. સૌપ્રથમ 1952માં ‘ધ રોમનોવ ઇમ્પીરિયલ ન્યુપુશિયલ ક્રાઉન’ રજૂ થયો હતો, જેમાં 1,529 હીરા હતા. 1953માં બ્રોન્ઝ ફિનિશ ધરાવતો ‘ક્રિસ્ટિયન માર્ટેલ ક્રાઉન’, 1954-60માં 1000 કાળા મોતીવાળો ‘સ્ટાર ઓફ ધ યુનિવર્સ’ અને 1961-62માં ‘રાઇનસ્ટોન ક્રાઉન’ ઉપયોગમાં લેવાયા હતા. 1963-2001માં ‘ધ કોવેન્ટ્રી ક્રાઉન’ ચાર દાયકા સુધી વિજેતાઓની શોભા વધારતો રહ્યો.
આધુનિક યુગના તાજ (2002-2025) પર એક નજર ફેરવીએ તો... 2002થી 2008 અને 2017-18 દરમિયાન હીરા-મોતીનો મિકિમોટો ફિનિક્સ કાઉન પ્રખ્યાત રહ્યો હતો. 2009થી 2013માં સિન્થેટિક રૂબીવાળો ‘ડાયમંડ નેક્સસ પીસ ક્રાઉન’, 2014-16માં મેનહટનની સ્કાયલાઈનથી
પ્રેરિત ‘ડીઆઈસી કાઉન’ અને 2019થી 2023 દરમિયાન મિવાડ કંપનીના બે ખાસ તાજ રજૂ થયા હતા. વર્ષ 2024-25માં ગોલ્ડન સાઉથ સી પર્લ ધરાવતો ‘જૂલમર લુમિયર ડેલ’ઇન્ડિની ક્રાઉન જોવા મળ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter