લંડનઃ મોટાભાગના બાળકો તરુણાવસ્થાના આરંભ સાથે જ પોર્નોગ્રાફી જોવાની શરૂઆત કરે છે. યુકેમાં સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ પર પોર્નોગ્રાફીની અસર વિશે કરાયેલા સૌથી મોટા સર્વે અનુસાર ૫૩ ટકા બાળકોએ પોર્નોગ્રાફી નિહાળી હતી. નેશનલ સોસાયટી ફોર ધ પ્રીવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ ચિલ્ડ્રન (NSPCC) અને ચિલ્ડ્રન્સ કમિશનર ફોર ઈંગ્લેન્ડએ આશંકા વ્યક્ત કરી હતી કે આટલી નાની વયે પોર્નોગ્રાફી જોવાથી બાળકો તેમના બાળપણથી વંચિત રહી જશે.
મિડલસેક્સ યુનિવર્સિટી દ્વારા ૧૧થી ૧૬ વર્ષની વયના ૧,૦૦૦થી વધુ બાળકોના સર્વેમાં જણાયું હતું કે ૫૩ ટકા બાળકોએ ઓનલાઈન પોર્નોગ્રાફિક સામગ્રી નિહાળી હતી. તેમાંના ૯૪ ટકાએ તો ૧૪ વર્ષની વય સુધીમાં અને ૨૮ ટકા બાળકોએ તો ૧૧થી ૧૨ વર્ષના હતા ત્યારે પ્રથમ વખત પોર્નોગ્રાફી જોઈ હતી.
બાળકો સામાન્ય રીતે સ્માર્ટફોન દ્વારા આ પ્રકારની સાઈટ્સ જોતા હતા. સર્વે કરાયેલા બાળકોમાંથી ૩૩ ટકાએ પહેલી વખત મોબાઈલમાં જ પોર્નોગ્રાફી જોઈ હતી. તેમાંથી ૨૮ ટકા બાળકોને સર્ફિંગ કરતા અચાનક જ તે જોવા મળી હતી. જ્યારે ૧૯ ટકા બાળકોએ ઈરાદાપૂર્વક તે નિહાળી હતી.
ચિલ્ડ્રન્સ કમિશનર ફોર ઈંગ્લેન્ડ એની લોંગફિલ્ડે જણાવ્યું હતું કે છેલ્લા થોડા વર્ષોમાં સરકાર અને ઈન્ટરનેટ પ્રોવાઈડર્સે બાળકોને પોર્નોગ્રાફી જોતા અટકાવવા ઘણા પ્રયાસો કર્યા છે


