અડદિયા પાક

Thursday 19th January 2023 05:02 EST
 
 

સામગ્રી: અડદનો લોટ - 1 કપ • ઘી - 1 કપ • ગોળ - 1 કપ • કાટલું પાઉડર - 2 ચમચી • ગુંદર પાવડર - 3 ચમચી • કોપરાની છીણ - પા કપ • મિક્સ ડ્રાયફ્રુટ - પા કપ
રીત: અડદિયા પાક બનાવવા માટે જાડી કડાઈમાં ઘી ગરમ કરો. ધીમા તાપે અડદનો લોટ શેકો. 5 મિનિટ શેકાય એટલે ગુંદર પાઉડર, ડ્રાયફ્રૂટ, કોપરાની છીણ મિક્સ કરી હલાવતા રહો. લોટનો રંગ બદામી થવા લાગે અને સુગંધ આવવા લાગે એટલે ગોળ ઊમેરીને ગેસ બંધ કરો અને કડાઈ નીચે ઊતારી લો. ગોળ ઓગળી જાય એટલે થાળીમાં ઢાળી દો. ડ્રાયફ્રૂટની કતરણ ભભરાવીને પીસ કરી ડબ્બામાં ભરી દો. અડદિયા પાક એક પ્રકારનું વસાણું છે. શિયાળામાં ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને આખું વર્ષ શક્તિ મળી રહે છે. (નોંધઃ આ રેસિપીમાં તમે ગોળના બદલે બૂરું ખાંડ કે ખડી સાકરનો પાઉડર વાપરી શકો છો.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter