કાચી કેરીનું શાક

Wednesday 17th May 2017 07:57 EDT
 
 

સામગ્રીઃ કેરી ૨૫૦ ગ્રામ • ખાંડ કે ગોળ ૨૦૦ ગ્રામ • જીરુ, આખા ધાણા અને મરચું - એક ચમચી • મીઠુ સ્વાદ મુજબ

રીતઃ સૌ પ્રથમ કેરીને છોલીને તેના લાંબા ટુકડા કરો. હવે કઢાઈમાં તેલ ગરમ કરીને તેમાં જીરુ અને આખા ધાણાને અધકચરા વાટીને નાખો. ચપટી હળદર, મરચું નાખીને તરત જ સમારેલી કેરી નાખી દો. મીઠું ઉમેરીને હલાવો. તેમાં ખાંડ કે ગોળ નાખો. અડધો ગ્લાસ પાણી ઉમેરીને ૧૫-૨૦ મિનિટ સુધી સીઝવા દો. કેરી બફાય જાય અને ખાંડ સારી રીતે ઓગળી જાય ત્યારે શાક ઉતારી લો. આ શાક ઢેબરા કે પુરી સાથે સર્વ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter