કાબુલી ચણા પુલાવ

Thursday 14th September 2017 04:25 EDT
 
 

સામગ્રીઃ ૪ ટેબલસ્પૂન તેલ • ૧ નંગ ડુંગળી, સ્લાઇસ કરેલી • ૩ નંગ ઇલાયચી • ૫ નંગ લવિંગ • ૨ નંગ તજના ટુકડા • ૩ ટીસ્પૂન જીરુ • ૧ ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ • ૩ ટીસ્પૂન મીઠું • ૨ ટીસ્પૂન મરચું પાઉડર • ૧ કપ દહીં • ૪૦૦ ગ્રામ કાબલી ચણા (૮ કલાક પાણીમાં પલાળેલા) • ૧ ટીસ્પૂન ગરમ મસાલો • ૩ ટીસ્પૂન વરિયાળી પાઉડર • ૩ કપ બાસમતી ચોખા (અડધો કલાક પાણીમાં પલાળેલા) • ૩ કપ પાણી

રીતઃ એક પેનમાં તેલ ગરમ કરો અને ડુંગળી નાંખી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. પછી ઇલાયચી, લવિંગ, તજ અને જીરુ નાંખી થોડી વાર હલાવો, હવે આદુ-લસણની પેસ્ટ, મીઠું અને લાલ મરચું નાંખો મધ્યમ આંચ પર થોડી વાર સાંતળો. હવે તેમાં દહીં અને પલાળેલાં કાબૂલી ચણા નાંખો, બરાબર હલાવી થોડી વાર ચડવા દો. ગરમ મસાલો અને વરિયાળી પાઉડર ઉમેરી ઢાંકી દો અને મધ્યમ આંચ પર નરમ થાય ત્યાં સુધી થવા દો. હવે તેમાં ૩ કપ પાણી અને ચોખા ઉમેરો. મીઠું નાખી હલાવો અને ભાત બરાબર ચઢી જાય ત્યાં સુધી થવા દો. ઢાંકણું બરાબર બંધ રાખો જેથી વરાળ બહાર ના નીકળી જાય. પુલાવ થઈ જાય પછી ગરમાગરમ પુલાવ વેજીટેબલ રાઇતા કે કઢી સાથે સર્વ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter