કોકોનટ રાઈસ

Friday 08th June 2018 08:33 EDT
 
 

સામગ્રીઃ અડધો કપ તાજું ખમણેલું નાળિયેર • ૨ ચમચી તલ • ૧ ચમચી ઘી • ૩ ચમચી કાજુના ટુકડા • ૨ ચમચી તેલ • ૧ ચમચી અડદ દાળ • ૧ ચમચી ચણા દાળ • ૧ ચમચી રાઈ • ૧ ચમચી જીરું • ૧ નંગ લાલ કાશ્મીરી મરચું • ૭થી ૮ મીઠા લીમડાના પાન • અડધી ચમચી હીંગ • ૨ ચમચી ઝીણા સમારેલાં લીલાં મરચાં • બેથી અઢી કપ રાંધેલા ભાત • મીઠું સ્વાદ અનુસાર

રીતઃ એક નાના પેનને ગરમ કરીને તેમાં તલ નાંખીને મધ્યમ તાપ પર ૩થી ૪ મિનિટ સુધી હલાવતાં હલાવતાં શેકી લો. આ પછી તેને સંપૂર્ણ ઠંડા થવા દો. જ્યારે તલ ઠંડા થઈ જાય ત્યારે તેને મિક્સરમાં ફેરવીને કરકરો પાવડર બનાવીને બાજુ પર રાખો. એક ઊંડી નોન-સ્ટીક કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં કાજુ ઉમેરીને મધ્યમ તાપ પર ૨થી ૩ મિનિટ સુધી સાંતળી લો અને કડાઈમાંથી કાઢીને બાજુ પર રાખો. એ જ કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં અડદ દાળ અને ચણા દાળ નાંખીને મધ્યમ તાપ પર અડધી મિનિટ સાંતળો. આ પછી તેમાં રાઈ, જીરું, લાલ કાશ્મીરી મરચું, મીઠો લીમડો અને હીંગ મેળવીને મધ્યમ તાપ પર એકાદ મિનિટ સુધી સાંતળો. આ પછી તેમાં તલનો ભૂક્કો, સમારેલાં લીલા મરચાં, ખમણેલું નાળિયેર, ભાત અને મીઠું મેળવીને સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર ૨થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહીને રાંધી લો. કોકોનટ રાઈસને સર્વિંગ બાઉલમાં કાઢો અને કાજુ વડે સજાવીને સર્વ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter