આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: બાફેલી મકાઈના દાણા - 2 કપ • સમારેલું કેપ્સિકમ - 1 નંગ • સમારેલી ડુંગળી - 2 નંગ • સમારેલાં લીલાં મરચાં - 6 • સમારેલી કોથમીર - અડધો કપ
• મીઠું - સ્વાદ મુજબ • હળદર - અડધી ચમચી • હિંગ - પા ચમચી • ગરમ મસાલો - 1 ચમચી • આમચૂર - અડધી ચમચી • ચણાનો લોટ - દોઢ કપ • ચોખાનો લોટ - પા કપ • તેલ-તળવા માટે
રીત: બાઉલમાં ઉપર જણાવેલી દરેક સામગ્રી એકદમ મિક્સ કરી લો. દરેક લોટને ચાળીને ઉમેરવા. હવે જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરીને ખીરું તૈયાર કરો. ધ્યાન રહે ખીરું ઢીલું નથી કરવાનું. થોડું ઘટ્ટ રાખવાનું છે જેથી સરળતાથી હાથ વડે તેલમાં પકોડા મૂકી શકાય. ગરમ તેલમાં પકોડાને હલકા સોનેરી રંગના તળી લો. ગરમગરમ કોર્ન પકોડાને ચાટ મસાલો ભભરાવી લીલી ચટણી સાથે પીરસો.