ક્રીમી દહીં કબાબ

Wednesday 22nd July 2015 08:11 EDT
 
 

સામગ્રીઃ દહીંનો મઠ્ઠો - ૧/૨ કિલો • શેકેલો ચણાનો લોટ કે દાળિયાનો પાઉડર - ૭૫ ગ્રામ • કોર્નફલોર - બે ટેબલ સ્પૂન • છીણેલું પનીર - ૧૦૦ ગ્રામ • ૧ ટી-સ્પૂન ચિલી ફ્લેક્સ • મીઠું જરૂરત અનુસાર • તેલ તળવા માટે

(સ્ટફિંગ માટે) • ચીઝ ખમણેલું - ૭૫ ગ્રામ • કાંદો સમારેલો -૧ નંગ • લીલાં મરચાં - બે સમારેલાં • આદું પેસ્ટ - ૧ ટેબલ-સ્પૂન • ધાણા-મરી પાઉડર (બન્નેને સાથે શેકીને બનાવેલો કરકરો પાઉડર) - બે ટી સ્પૂન • કોથમીર સમારેલી - બે ટેબલ-સ્પૂન • મીઠું જરૂરત અનુસાર • સજાવટ માટે કાજુ-કિસમિસ - બે ટેબલ સ્પૂન

રીતઃ એક મસલીન કપડામાં તાજા જમાવેલા દહીંને એક કલાક લટકાવી પાણી નીતારી લઇને મઠ્ઠો બનાવી લો. દહીં સાથેની સામગ્રી તેમાં મિક્સ કરી દો. સ્ટફિંગની સામગ્રી મિક્સ કરીને તૈયાર રાખો. દહીંના મિશ્રણમાંથી લૂઓ બનાવો. સ્ટફિંગની સામગ્રીમાંથી નાની સાઇઝનો બોલ બનાવીને તેને દહીંના મિશ્રણમાં સ્ટફ કરીને કબાબનો શેપ આપો. એક ડિશમાં કોર્નફલોર પાથરીને એમાં દહીં કબાબને રગદોળીને ગરમ તવા પર શેકી લો. કબાબને ગ્રીન ચટણી સાથે ગરમ-ગરમ સર્વ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter