ખજૂરની રસમલાઈ

Saturday 28th October 2017 09:16 EDT
 
 

સામગ્રીઃ ૧ લીટર દૂધ • ૧૦૦ ગ્રામ ઠળિયા વગરની ખજૂર • ૨૫ ગ્રામ માવો • ૨૫ ગ્રામ કોપરાનું છીણ • ૩ ચમચી ખાંડ • ૨ ચમચી શિંગોડાનો લોટ • ઘી • એક ચમચી દૂધમાં પલાળેલું કેસર • ઇલાયચી પાઉડર સ્વાદ અનુસાર • સજાવટ માટે બદામ - પિસ્તા - ચારોળી

રીતઃ એક પેનમાં દૂધ ઉકાળો. તેમાં ખાંડ નાખો અને દૂધ જાડું ન થાય ત્યાં સુધી હલાવતા રહો. ત્યાર બાદ તેમાં વાટેલું કેસર, ઇલાયચી પાઉડર નાંખીને દૂધને ઠંડું થવા દો. ખજૂરને મિક્સરમાં ક્રશ કરો, તેમાં માવો, કોપરાનું છીણ, ખાંડ નાખીને નાના બોલ્સ બનાવી લો, તેને શિંગોડાના પાતળા ખીરામાં બોળીને ધીમા તાપે ઘીમાં તળી લો. આ બોલ્સ ઠંડા થયા બાદ તેને ઉકાળેલા દૂધમાં નાખો. બદામ, પિસ્તા, ચારોળી વડે સજાવો. રસમલાઇને ફ્રીઝમાં ઠંડી કર્યા બાદ સર્વ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter