ખજૂર–ડોડા બરફી

Friday 13th April 2018 07:07 EDT
 
 

સામગ્રીઃ ખજૂરનો માવો ૧ કપ • જવનો ઝીણો લોટ અડધો કપ • ઘી ૩ ટેબલસ્પૂન • ગોળ અડધો કપ • ખસખસ ૧ ટેબલ સ્પૂન • કાજુ-બદામના ટુકડા ૧ કપ • દૂધ ૧ કપ

રીતઃ સૌપ્રથમ ખજૂરના માવામાં દૂધ નાખીને ધીમા ગેસ પર ગરમ મૂકવું. ૧૦થી ૧૫ મિનિટ ગરમ કરી આ મિશ્રણને એકદમ દૂધ બળી જાય અને લચકા પડતો માવો થાય તેવું થવા દો અને પછી સાઇડ પર રાખો. ત્યાર બાદ ૧ ટેબલસ્પૂન ઘીમાં જવનો લોટ ૧૦ મિનિટ શેકી લો. હવે બીજા પેનમાં બાકીનું ઘી ગરમ મૂકો અને તેમાં ગોળ સમારીને ઉમેરો. ત્યાર પછી ગોળનો મીડિયમ પાયો કરવો એટલે કે ૧૦-૧૨ મિનિટ ગરમ કરવો. હવે તેમાં શેકેલો જવનો લોટ ઉમેરીને મીક્સ કરી તેમાં તૈયાર કરેલો ખજૂરનો માવો નાખીને હલાવી લો. ગેસ બંધ કર્યા પછી કાજુ-બદામના ટુકડા અને ખસખસ ઉમેરી મીક્સ કરીને પ્લેટમાં મિશ્રણને પાથરી લો. થોડું ઠંડુ થાય પછી તેના પીસ કરી પ્લેટમાં લઈ સર્વ કરો.




to the free, weekly Gujarat Samachar email newsletter