સામગ્રીઃ ગાજરનું છીણ ૧ કપ • ઘી ૨ ચમચા • દૂધ દોઢ કપ • કન્ડેન્સ્ડ મિલ્ક ૨ ચમચા • કાજુના ટુકડા ૫થી ૬ નંગ • કિશમિશ ૮થી ૧૦ નંગ • ખાંડ ૧ ચમચો • એલચીનો ભૂકો - પા ચમચી
રીત: ગાજરને ધોઈ, છોલી અને છીણી લો. એક જાડા તળિયાવાળી તપેલીમાં મધ્યમ આંચે ઘી ગરમ કરો અને તેમાં કાજુ અને કિશમિશને વારાફરતી નાખી સાંતળીને એક પ્લેટમાં કાઢી લો. હવે એ જ તપેલીમાં ગાજરનું છીણ નાખીને આંચ ધીમી કરીને ચાર-પાંચ મિનિટ સતત હલાવીને શેકો. દૂધ રેડીને સારી રીતે મિક્સ કરો. મિશ્રણને મધ્યમ આંચે ગરમ થવા દો. તે ઉકળવા લાગે એટલે કન્ડેન્સ્ડ મિલ્ક નાખીને ફરી મિક્સ કરો. પાંચ મિનિટ ધીમી આંચે રહેવા દઈ વચ્ચે વચ્ચે હલાવતા રહો. જરૂર પૂરતી ખાંડ ભેળવી મિશ્રણને વધારે ઘટ્ટ થવા દો. એલચીનો ભૂકો ભેળવી હલાવીને ગેસ પરથી ઉતારી લો. ખીરને બાઉલમાં કાઢી કાજુ અને કિશમિશથી સજાવી ઠંડી થવા દો.