ગુંદરનો પેંદ

Friday 10th March 2017 05:21 EST
 
 

સામગ્રીઃ ગુંદર ૫૦૦ ગ્રામ • ફુલ ફેટ દૂધ ૨ લિટર • સૂંઠ ૨ ટેબલ સ્પૂન • ગંઠોડા ૨ ટેબલ સ્પૂન • ખસખસ ૫૦ ગ્રામ • બદામ પાઉડર ૧૦૦ ગ્રામ • પિસ્તા પાઉડર ૫૦ ગ્રામ • સાકર પાઉડર ૫૦ ગ્રામ • ઘી ૨ ચમચા

રીતઃ એક મોટા વાસણમાં દૂધ ઉકળવા માટે મૂકવું. દૂધ ઉકળીને અડધું થઈ જાય એટલે તેમાં વાટેલો ગુંદર અને ચપટીક ફટકડી નાખવી. ધીમે ધીમે દૂધ ફાટી જશે અને માવાની કણીઓ પડવા લાગશે. દૂધ લગભગ બળવા આવે ત્યારે તેમાં સાકર નાખવી અને ઓગળવા દેવી. આ તબક્કે તેને સતત હલાવતા રહેવું. ખાંડ ઓગળી જાય એટલે તેમાં બધા મસાલા નાંખીને ભેળવી લેવા અને ત્યાં સુધી ગેસ પર રાખવું જ્યાં સુધી તેનું ટેક્સચર દૂધના હલવા જેવું ન થાય. ત્યાર બાદ ઠંડું થાય એટલે એક કન્ટેનરમાં સ્ટોર કરી લો. દરરોજ સવારે એક ચમચો ગુંદરનો પેંદ એનર્જી બુસ્ટરનું કામ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter