ગુલકંદ ખીર

રસથાળ

Friday 03rd July 2026 11:37 EDT
 
 

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી: ચોખા - પા કપ • દૂધ - 2 કપ • ખાંડ - 3 ચમચી • ગુલકંદ -2 ચમચી • કન્ડેન્સ્ડ મિલ્ક - 1 ચમચી • ગુલાબની પાંદડી - 2 ચમચી • બદામ કતરણ - 4 ચમચી
રીત: બદામને ત્રણ-ચાર પાણીમાં પલાળી રાખો. ચોખાને પણ અડધો કલાક પલાળી રાખો. ચોખામાંથી પાણી નિતારી મીક્સરમાં તેની પેસ્ટ બનાવી લો. દૂધને ઉકળવા માટે મુકો. દૂધ ઉકળવા લાગે એટલે તેમાં ચોખાની પેસ્ટ ઉમેરો અને ચઢી જાય ત્યાં સુધી હલાવતા રહો. હવે કન્ડેન્સ્ડ મિલ્ક, ખાંડ અને ગુલકંદ મિક્સ કરો. ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી ગુલાબની પાંદડી ઉમેરી સર્વ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter