આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: બ્રેડ લોફ કે બ્રેડ સ્લાઈસ - 6 નંગ • લસણ પેસ્ટ-3 ચમચી • ઓરેગાનો - પા ચમચી • ચિલી ફલેક્સ - પા ચમચી • સોલ્ટેડ બટર - પા કપ • મરી પાઉડર - 1 ચમચી, • સમારેલાં લીલાં મરચાં - 2 નંગ • સમારેલી ડુંગળી - 1 નંગ • મીઠું - સ્વાદ મુજબ • પાર્સલે - ઓપ્શનલ • છીણેલું પ્રોસેસ્ડ ચીઝ • છીણેલું મોઝરેલા ચીઝ
રીત: બટરની અંદર ગાર્લિક પેસ્ટ, લીલાં મરચાં, મિક્સ હર્બ્સ અને કોથમીર મિક્સ કરી લો. બ્રેડને સ્લાઈસ કરી બટર વડે એક સાઈડ શેકી લો. તેની ઉપર તૈયાર કરેલી બટરની પેસ્ટ લગાવો. હવે તેના પર મકાઈના દાણા અને સમારેલી ડુંગળી ભભરાવો. પસંદ મુજબ મોઝરેલા અને પ્રોસેસ્ડ ચીઝ ભભરાવો. મિક્સ હર્બ્સ ભભરાવી ઓવનમાં અથવા નોનસ્ટિક તવા પર બેક કરી લો.


