આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: બાફેલા મકાઈ દાણા - 1 કપ • છીણેલું ચીઝ - 1 કપ • સેઝવાન ચટણી - 3 ચમચી • મેંદો - 1 કપ • ઘઉંનો લોટ - અડધો કપ • સોજી - 2 કપ • મીઠું - જરૂર મુજબ • તેલ-તળવા અને મોણ માટે
રીત: પહોળા વાસણમાં ઘઉં અને મેંદાનો લોટ, રવો, મીઠું અને મુઠીપડતું મોણ ઉમેરીને પૂરી જેવો લોટ બાંધી લો. બાઉલમાં છીણેલું ચીઝ, સેઝવાન ચટણી અને મકાઈ મિક્સ કરી લો. બાંધેલા લોટમાંથી નાની પૂરી વણી સમોસાવાળી લો. તેલ ગરમ થાય એટલે તેમાં સમોસાને મીડિયમ તાપે સોનેરી તળી લો. સ્પાઈસી ચીઝ કોર્ન સમોસાને ટોમેટો સોસ સાથે સર્વ કરો.


