આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: બાફેલા બટાકા – 4થી 5 • સમારેલું કેપ્સિકમ - પા કપ • સમારેલી કોથમીર – પા કપ • કોર્નફ્લોર – 3થી 4 ચમચી • છીણેલું ચીઝ - અડધો કપ • ચીલી ફ્લેક્સ – સ્વાદ પ્રમાણે • મીઠું – જરૂર મુજબ • ઘી – શેકવા માટે
રીત: બાફેલા બટાકાને છીણી લો. તેમાં કોર્નફ્લોર, કોથમીર, કેપ્સિકમ, ચીલી ફ્લેક્સ અને મીઠું ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરો, જેથી લીસ્સો અને થોડો ઢીલો માવો તૈયાર થશે. નોનસ્ટિક તવી ગરમ કરી થોડુક ઘીને લગાવો અને બટાકાના માવામાંથી થોડો માવો લઈ અને હાથ વડે પાથરો. ઘી લગાવીને બન્ને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. શેકાયેલા પૂડલા પર છીણેલું ચીઝ ને થોડું ચીલી ફ્લેક્સ ભભરાવો. ઢાંકને લગભગ બે મિનિટ રાખો જેથી ચીઝ પીગળી જાય. ચીઝી આલુ પૂડલા ટોમેટો સોસ કે લીલી ચટણી સાથે સર્વ કરો.