ચોકલેટ પેંડા

Friday 13th October 2017 06:21 EDT
 
 

સામગ્રીઃ મોળા માવાનો ભૂકો ૧ કપ • દૂધ ૩ ચમચા • ખાંડ પા કપ • કોકો પાઉડર ૨ ચમચા • સમારેલો સૂકોમેવો (કાજુ-બદામ-પિસ્તા) ૨ ચમચા

રીતઃ એક પેનમાં માવાના ભૂકાને એકાદ મિનિટ માટે ધીમી આંચ પર શેકો. તેમાં દૂધ અને ખાંડ ભેળવીને એકરસ થવા દો. ખાંડ એકદમ ઓગળી જવી જોઈએ. મિશ્રણ ઘટ્ટ થઈને ચોંટતું બંધ થાય ત્યાં સુધી મધ્યમ આંચે હલાવતા રહો. તેમાં કોકો પાઉડર મિક્સ કરીને થોડીક વાર માટે આંચ પર રાખીને નીચે ઉતારી લો. હાથ ઘીવાળા કરી મિશ્રણને લોટની જેમ બાંધો, જેથી પેંડા સારી રીતે વળી શકે. એકસરખા આકારના પેંડા બનાવીને તેની વચ્ચે અંગૂઠાથી દબાવીને સમારેલો સૂકોમેવો ભરી દો. મનભાવન્ અને સ્વાદિષ્ટ ચોકલેટ પેંડાથી દિવાળીમાં મહેમાનોનું સ્વાગત કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter