આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: દૂધ - અડધો લીટર • ખાંડ - 4 ચમચી • મિલ્ક પાઉડર - 1 કપ • કોર્નફ્લોર - 1 ચમચી • ફ્રેશ ક્રીમ-અડધો કપ
રીતઃ સૌ પ્રથમ એક પેનમાં દૂધ લઇને તેમાં ખાંડ નાખી ઉકાળો. ત્યારબાદ તેમાં મિલ્ક પાઉડર અને કોર્નફ્લોર ઉમેરીને એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો. ગેસ બંધ કરી ઠંડું થવા દો. હવે જાંબુને ધોઈ સાફ કરીને ઠળીયા કાઢી મિક્સરમાં પલ્પ બનાવી લો. પલ્પને ગાળીને અલગ રાખો. હવે ઠંડાં થયેલા દૂધમાં ફ્રેશ ક્રીમ રેડી હેન્ડ બ્લેન્ડરથી ચર્ન કરો અને એરટાઈટ ડબ્બામાં ભરી ફીઝરમાં એક કલાક માટે મૂકી દો. ત્યારબાદ ફરી એક વખત બ્લેન્ડ કરી ફ્રીઝરમાં રાખી મૂકો. આ રીતે બે વખત પ્રોસેસ કરીને છેલ્લે તેમાં જાંબુનો પલ્પ મિક્સ કરીને એરટાઈટ ડબ્બામાં ભરી સાતથી આઠ કલાક માટે ફ્રીઝરમાં મૂકી દો.