આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: તાજાં લાલ જામફળ - 5 નંગ • કન્ડેન્સ્ડ મિલ્ક - અડધો કપ • ઘરની તાજી મલાઇ - અડધો કપ • મિલ્ક પાઉડર - અડધો કપ • બૂરું ખાંડ - અડધો કપ • મીઠું+લાલ મરચું - ઉપર છાંટવા માટે
રીત: જામફળના ટુક્ડા કરી કરી લો અને પછી પાણી વગર જ મિક્સરમાં ક્રશ કરીને ગાળી લો. જામફળના પલ્પમાં મલાઇ, કન્ડેન્સ્ડ મિલ્ક, મિલ્ક પાઉડર, બૂરું ખાંડ ઉમેરી સારી રીતે ફેંટી લો. કુલ્ફી મોલ્ડમાં ભરી ફ્રીઝરમાં 6-7 કલાક સેટ થવા મુકો. કુલ્ફી સેટ થઈ જાય એટલે અનમોલ્ડ કરી તેની ઉપર થોડું મીઠું-લાલ મરચું ભભરાવી સર્વ કરો.


