ટામેટાં ચિલ્લા

Wednesday 15th July 2015 08:16 EDT
 
 

સામગ્રીઃ ચણાનો લોટ - ૧ કપ • વાટેલાં આદુ-મરચાં - ૨ ટી સ્પૂન • ચપટીક હિંગ • ડુંગળી ૧ - ઝીણી સમારેલી • ઝીણી સમારેલી કોથમીર - ૩ ટેબલ સ્પૂન • ટામેટાંનો પલ્પ - સવા કપ • મીઠું પ્રમાણસર • સજાવટ માટે - ઝીણી સમારેલી ડુંગળી

રીતઃ ચણાના લોટમાં આદું-મરચાં, હિંગ, ડુંગળી, કોથમીર અને મીઠું નાખો. ટામેટાંનો પલ્પ ચણાના લોટમાં નાખીને ખીરું તૈયાર કરો. તવો ગરમ મૂકીને તેમાં તેલ મૂકો. ખીરામાંથી ચિલ્લો પાથરવો. તેલ લગાડીને બંને બાજુ ફેરવો. ચિલ્લા ઉપર કોથમીરની ચટણી પાથરો અને ઝીણી સમારેલી ડુંગળી સાથે સર્વ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter