સામગ્રીઃ બુંદી - ૧ કપ • પાપડ - ૧ નંગ • ટામેટાં - ૨ નંગ • સમારેલી કોથમીર - ૨ ચમચા • જીરું - અડધી ચમચી • મરચું - પા ચમચી • લીલાં મરચાં - ૨નંગ • આખું લાલ મરચું - ૧ નંગ • આદુની પેસ્ટ - અડધી ચમચી • ધાણાનો પાવડર - ૧ ચમચી • મીઠું - સ્વાદ મુજબ • તેલ - જરૂર મુજબ
રીતઃ એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં જીરું આખું લાલ મરચું, સમારેલાં લીલાં મરચાં અને આદુંની પેસ્ટ નાખીને થોડી વાર સુધી સાંતળો. તે પછી તેમાં સમારેલાં ટામેટાં નાખો. હવે હળદર, ધાણા પાઉડર, મરચું નાખીને મસાલામાં ટામેટાં બરાબર મેશ ન થઇ જાય ત્યાં સુધી હલાવો. તે પછી તેમાં બે ચમચા બૂંદી અને પાપડના થોડાક ટુકડા કરીને મસાલા સાથે મિક્સ કરો. આમાં પાણી રેડો. મીઠું અને કોથમીર નાખીને પાંચેક મિનિટ ખદબદવા દો. ગ્રેવી તૈયાર થઇ જાય એટલે તેમાં વધેલી બૂંદી નાખો અને વધેલા પાપડના ટુકડા મિક્સ કરો. બૂંદી-પાપડની સબ્જી તૈયાર છે. આને પરોઠાં કે રોટી સાથે સર્વ કરો.