ટોફુ ભુરજી

Wednesday 16th November 2016 08:20 EST
 
 

સામગ્રીઃ ટોફુ - ૨૦૦ ગ્રામ • ઝીણી સમારેલી મધ્યમ કદની ડુંગળી - ૧ નંગ • ઝીણું સમારેલું ટામેટું - ૧ નંગ • ઝીણું સમારેલું લીલું મરચું - ૧ નંગ • ઝીણું સમારેલું આદું - અડધો ઈંચ • જીરું - અડધી ટી સ્પૂન • હળદર પાવડર - એક ચપટી • લાલ મરચું પાવડર - એક ચપટી • ગરમ મસાલા પાવડર (વૈકલ્પિક) - અડધી ચમચી • તેલ - દોઢ ટેબલ સ્પૂન • સમારેલી કોથમીર - ૧ ટેબલ સ્પૂન • મીઠું જરૂરિયાત મુજબ

રીતઃ ટોફુને પેણીમાં શેકીને બાજુમાં રાખો. એક ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરો. એમાં પ્રથમ જીરું ઉમેરો અને બ્રાઉન થવા દો. હવે ડુંગળી ઉમેરો અને તે સોફ્ટ થાય ત્યાં સુધી ફ્રાય કરો. આદું અને લીલા મરચાં ઉમેરો અને થોડીક સેકન્ડ માટે ફ્રાય કરો. ટામેટાં ઉમેરીને સોફ્ટ થાય ત્યાં સુધી ફ્રાય કરો. હળદર પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો ઉમેરો અને હલાવો. શેકેલું ટોફું ઉમેરીને સારી રીતે હલાવો. ૩-૪ મિનિટ માટે સાંતળો. મીઠું નાંખો. છેલ્લે કોથમીરના પાંદડા ઉમેરો અને તેમને હલાવો. બ્રેડ અથવા રોટી સાથે ગરમ ટોફુ ભુરજી પીરસો. તમે ટોફુ ભુરજીને દાળ-ભાત અથવા વેજ કરી-રાઈસ કોમ્બો સાથે સાઈડ ડીશ તરીકે પણ પીરસી શકો.

નોંધઃ ટોફુ એ પ્રોટીનનો સારો સોર્સ છે અને તમામ આઠ આવશ્યક એમિનો એસિડ ધરાવે છે. તે આયર્ન, કેલ્શિયમ, મેંગેનિઝ, સેલેનિયમ અને ફોસ્ફરસનો પણ એક ઉત્તમ સોર્સ છે. ટોફુ મેગ્નેશિયમ, કોપર, ઝિન્ક અને વિટામીન બી૧૨ પણ ધરાવે છે. ટોફુ પોષણ અને આરોગ્યના દૃષ્ટિકોણથી એક ઉત્તમ ખોરાક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter