ટોમેટો સેવ

Saturday 15th July 2017 09:00 EDT
 
 

સામગ્રીઃ ટોમેટો પ્યુરી - ૧ કપ • મેંદો - ૧ કપ • મીઠું - સ્વાદ મુજબ • સંચળ પાવડર – અડધી ચમચી • ઘી - ૨ ચમચી • ખાવાનો સોડા અડધી ચમચી • તેલ – તળવા માટે • પાણી જરૂર મુજબ

રીતઃ એક બાઉલમાં લોટ અને ટોમેટો પ્યુરી મીક્સ કરો. ત્યારબાદ તેમાં મીઠું, ખાવાનો સોડા, સંચળ પાવડર, ઘી મીક્સ કરીને પાણીની મદદથી એકદમ મીડીયમ કણક તૈયાર કરો. કણક બંધાય પછી તેને તેલ લગાવીને ૧૫-૨૦ મિનિટ રેસ્ટ આપો. હવે એક બાજુ ગેસ પર તેલ ગરમ કરવા મૂકવું. ત્યારબાદ લોટને ફરીથી થોડો મસળી લો. હવે લોટમાંથી થોડોક લોટ લઈને સંચામાં ભરીને તેલમાં મિડીયમ જાડાઈની સેવ પાડવી. ધીમા ગેસ પર સેવને બંને બાજુથી સાચવીને તળી લેવી. તળ્યા પછી બહાર કાઢીને તરત જ ચાટ મસાલો સ્પ્રીંકલ કરવો. ટોમેટો સેવને એરટાઈટ કન્ટેઈનરમાં ભરીને લાંબા સમય સુધી સાચવી શકાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter