ડ્રાયફ્રુટ હલવો

Saturday 07th November 2026 07:00 EST
 
 

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી: બદામ - 1 કપ • કાજુ - 1 કપ • અખરોટ - 1 કપ • અંજીર -પા કપ • મોળા પિસ્તા - અડધો કપ • ઘી - પા કપ • મોળો માવો - અડધો
કપ • હૂંફાળું દૂધ - 2 કપ • કેસર - 8થી 10 તાંતણા • ખાંડ - દોઢ કપ
રીત: ડ્રાયફ્રૂટને ગરમ પાણીમાં પલાળીને નિતારી લો. બદામની છાલ ઉતારી લો. ડ્રાયફ્રુટને ચોપરમાં ચોપ કરી લો. વાડકીમાં દૂધ લઈ કેસરનાં તાંતણાં અડધો કલાક પલાળી રાખો. હવે કડાઈમાં ઘી ગરમ મૂકી માવો સાંતળો. હવે તેમાં ચોપ કરેલું ડ્રાયફ્રુટ અને કેસરવાળું દૂધ રેડો. દૂધ બળે એટલે ખાંડ ઉમેરી દો. હલવો લચકા પડતો થાય એટલે ગેસ બંધ કરી દો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter