આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: બાફેલી આખી મકાઈ - 4 • દહીંનો મસ્કો - 1 કપ • ચણાનો લોટ - અડધો કપ • આદું-મરચાં-લસણની પેસ્ટ - 1 ચમચી • લાલ મરચું - અડધી ચમચી • હળદર - અડધી ચમચી • જીરું પાઉડર - અડધી ચમચી • ચાટ મસાલો - 1 ચમચી • કોર્ન ફ્લોર - 2 ચમચી • મરી-પા ચમચી • મીઠું - સ્વાદ મુજબ • લીંબુનો રસ - 1 ચમચી
રીત: દહીંના મસ્કામાં દરેક સામગ્રી મિક્સ કરો. તૈયાર થયેલી પેસ્ટને બ્રશની મદદથી મકાઈ પર લગાવી દો. હવે મકાઈને ગ્રીલ પર ધીમા તાપે ફેરવતાં ફેરવતાં શેકો. જો ગ્રીલ ન હોય તો ગેસ પર જાળી મૂકી શેકી લો. તૈયાર શેકેલી મકાઇ પર ચાટ મસાલો, લીંબુનો રસ અને કોથમીર ભભરાવી સર્વ કરો.