તલની ચીકી

Wednesday 04th January 2017 09:42 EST
 
 

સામગ્રીઃ તલ અડધો કપ • શિંગના ટુકડા પા કપ • સમારેલો ગોળ પોણો કપ • સુકા કોપરના ટુકડા થોડાક • ઘી દોઢ ટી સ્પૂન

રીતઃ એક નોનસ્ટીક પેનમાં તલને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકીને બાજુમાં મૂકી દો. હવે ઘી ગરમ કરીને તેમાં ગોળ નાખીને તેની ઘટ્ટ ચાસણી બનાવી લો. ચાસણી તૈયાર થઈ જાય એટલે તેમાં તલ, શિંગ અને કોપરાના ટુકડા નાંખીને મિક્સ કરી લો. ત્યારબાદ એક પ્લેટમાં સહેજ ઘી લગાવી તેના પર આ મિશ્રણ પાથરી દો. સહેજ ઠંડુ થાય એટલે તેના ચોરસ ટુકડા કરી સર્વ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter