તલની પૂરણ પોળી

Thursday 01st March 2018 10:07 EST
 
 

સામગ્રીઃ ૫૦ ગ્રામ તલ • ૧૨૫ ગ્રામ માવો • ૩૦૦ ગ્રામ દળેલી ખાંડ • ૫૦૦ ગ્રામ મેંદો, • મોણ • ઘી - શેકવા માટે

રીતઃ તલને સાફ કરી શેકી લો. માવો પણ ગુલાબી થતા સુધી શેકીને અલગ રાખો. તલ, માવો અને ખાંડ સારી રીતે મિક્સ કરીને પૂરણપોળીમાં ભરવાનું મિશ્રણ તૈયાર કરી લો. મેંદામાં ઘીનું મોણ આપીને લોટ ગૂંથી લો. હવે તેના લૂઆ બનાવીને કચોરીની જેમ મિશ્રણને ભરો અને ચારે બાજુથી દબાવી દો, જેથી મિશ્રણ બહાર ન નીકળે. હવે તેને હળવા હાથે વણીને તવા પર બંને બાજુથી સારી રીતે શેકી લો. ઉપરથી ઘી લગાવીને સર્વ કરો. તમે ઇચ્છો તો આ જ પૂરણપોળીને ઘીમાં તળીને અથવા તો ઓવનમાં બેક કરીને પણ બનાવી શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter