દાલ પકવાન

Friday 27th April 2018 06:27 EDT
 
 

સામગ્રીઃ ચણાની દાળ ૧ વાટકી • મેંદો ૨૫૦ ગ્રામ • વઘાર માટે તેલ, હળદર, મીઠું, ધાણાજીરું, મરચાંનો ભુક્કો • સ્વાદ અનુસાર આદું-મરચાં-લસણની પેસ્ટ • ગરમ મસાલો • સજાવટ માટે કોથમીર

રીતઃ સૌપ્રથમ ચણાની દાળને ૪થી ૫ કલાક પલાળી રાખવી. પલળી જાય પછી કૂકરમાં બાફી લો. આ પછી તેને અમુક દાણા આખા રહે બ્લેન્ડરમાં અધકચરી ક્રશ કરી લો. એક કડાઈમાં વઘાર મૂકીને તેમાં આદુ-મરચાં, લસણની પેસ્ટ સાંતળવી. પછી હળદર-હિંગ અને લીમડો નાંખીને દાળ વઘારવી. સ્વાદ અનુસાર મીઠું નાંખવું. દાળ થોડી વાર ઉકળવા દો. દરમિયાન મેંદાના લોટમાં મીઠું, હીંગ અને તેલનું મોલ નાંખીને લોટ બાંધવો. તેના લુઆ બનાવીને મોટી સાઈઝના પકવાન (રોટલી) વણવા. તેલ ગરમ કરીને આછા બદામી રંગના થાય તેમ તળવા. એક બાઉલમાં દાળ લઈને તેમાં મરચાંનો ભુક્કો, ધાણાજીરું નાંખી મિક્સ કરીને પકવાન સાથે સર્વ કરવી. સાથે તળેલાં મરચાં અને ડુંગળી લઈ શકાય..


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter