દાલ-ફ્રાય

Wednesday 10th June 2015 09:34 EDT
 
 

સામગ્રીઃ બે કપ - પીળી મગની દાળ • બે ટેબલ સ્પૂન - તુવેર દાળ • ત્રણ ટામેટાં - ઝીણાં સમારેલાં • અડધી ચમચી - આદું સમારેલું • બે લીલાં મરચાં કાપેલાં • બે ટેબલ-સ્પૂન કોથમીર સમારેલી • અડધી ટી-સ્પૂન હળદર • અડધી ચમચી પાંઉભાજી મસાલો • અડધી ચમચી ગરમ મસાલો • મીઠું સ્વાદનુસાર • અડધી ચમચી લીંબુનો રસ

વઘાર માટેઃ • બે ટેબલ-સ્પૂન તેલ • બે ટેબલ-સ્પૂન બટર • એક ટી-સ્પૂન જીરું • પા ચમચી હિંગ • એક ટી-સ્પૂન લાલ મરચાંનો ભૂકો • બે લાલ મરચાં - આખાં

રીતઃ બન્ને દાળને ભેગી કરી ધોઈને અડધો કલાક પલાળી રાખો. આ પછી એમાં બે કપ પાણી નાખીને હળદર-મીઠું નાખી કુકરમાં એક સીટીએ બાફી લો. કુકર ખોલીને એમાં અડધો કપ ગરમ પાણી નાખીને ઝડપથી મિક્સ કરીને ઉકાળવું. હવે બીજા એક પેનમાં તેલ-બટર ગરમ કરીને જીરું, લાલ મરચું, હિંગનો વઘાર કરવો. એમાં ટામેટાં, આદું અને કાપેલાં મરચાં નાખો. ટામેટાં એકદમ નરમ એટલે એમાં બાકીની સામગ્રી ઉમેરીને તેલ ઉપર આવે ત્યાં સુધી સાંતળો આ મિક્સરને બાફેલી દાળમાં ઉપરથી ઉમેરવું. સરખું મિક્સ કરીને કોથમીર, લીંબુનો રસ ઉમેરી ગરમાગરમ સર્વ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter