પનીર જાલફ્રેઝી

Friday 17th November 2017 06:10 EST
 
 

સામગ્રીઃ સમારેલાં ટામેટાં - દોઢ કપ • ટામેટાંની પ્યુરી - ૨ ચમચા • પનીર – ૩૦૦ ગ્રામ • આદું-લસણની પેસ્ટ – ૨ ચમચી • સમારેલું કેપ્સિકમ – ૧ કપ • ડુંગળીની સ્લાઈસ – ૨ નંગ • તેલ – જરૂર પૂરતું • જીરું વઘાર માટે • લીલાં મરચાં - સ્વાદ મુજબ • કસૂરી મેથી - થોડીક

રીતઃ સમારેલાં ટામેટાં અને ટામેટાંની પ્યુરી લો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરાનો વઘાર કરો. તેની સાથે જ લીલાં મરચાં નાંખી દો. આ પછી સમારેલી ડુંગળી સાંતળો. તે બદામી રંગની થાય એટલે આદું-લસણની પેસ્ટ નાંખી સાંતળો. ટામેટાંની પ્યુરી ઉમેરી હલાવીને હળદર અને મરચું નાંખો. તે પછી ગરમ મસાલો અને ધાણાનો પાવડર ઉમેરો. મસાલાને હલાવતા રહો. ટામેટાં બરાબર બફાઈ જાય ત્યાં સુધી મિશ્રણને ધીમી આંચે ખદખદવા દો. તેમાં કેપ્સિકમ અને ટામેટાં ઉમેરો. હવે શાક વધારે બફાઈ ન જાય તે માટે કેપ્સિકમ અને ટામેટામાં પનીરના ટુકડા ભેળવો. કસૂરી મેથીનો ભુક્કો નાંખો અને હળવા હાથે ત્રણ-ચાર મિનિટ હલાવો અને ગરમાગરમ સર્વ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter