આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: (સૂકા મેવાને મિક્સ કરી પૂરણ બનાવવા માટે) પોણો કપ સમારેલી કિસમિસ • પોણો કપ સમારેલા કાજુ. (ટિક્કી બનાવવા માટે) અઢી કપ મસળેલું પનીર • પોણો કપ ઝીણી સમારેલી કોથમીર • એક ટેબલસ્પૂન ઝીણું સમારેલાં લીલાં મરચાં • મીઠું સ્વાદાનુસાર • એક ચપટી પીસેલી સાકર • મકાઈનો લોટ વણવા માટે • ફ્રાય કરવા માટે તેલ
રીત: એક પ્લેટમાં પનીર મૂકી તેને કણિક જેવું સુંવાળું થાય ત્યાં સુધી બરાબર મસળી લો. તેમાં કોથમીર, લીલાં મરચાં, મીઠું અને પીસેલી સાકર મેળવી સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણના 10 સરખા ભાગ પાડી, દરેક ભાગને હાથની મદદથી ગોળ આકાર આપી દો. એક ગોળાકાર ભાગને વચ્ચેથી થોડો દબાવી તેમાં સૂકા મેવાનું પૂરણ ભરી, ફરીથી તેને હાથની મદદથી ગોળાકાર બનાવો. હવે બંને હાથથી ધીરેથી દબાવી તેને સપાટ બનાવી દો. આ ટિક્કીને મકાઈના લોટમાં રગદોળી લો. આ રીતે બાકીની ટિક્કી તૈયાર કરી લો. એક નોનસ્ટિક તવા પર તેલ ગરમ કરીને એક સમયે થોડી થોડી ટિક્કી લઈ, બંને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. ટોમેટો કેચઅપ અથવા લીલી ચટણી સાથે ગરમ ગરમ પીરસો.


