પ્લમ કેક (ફ્રૂટ્સ કેક)

Friday 15th December 2017 06:45 EST
 
 

સામગ્રીઃ ૧ ટિન મિલ્કમેડ • ૨૦૦ ગ્રામ મેંદો • ૧૦૦ ગ્રામ બટર • ૧ ટીસ્પૂન સોડા • ૧ ટીસ્પૂન બેકિંગ પાઉડર • અડધો કપ બ્રાઉન શુગર • ૧૦૦ મિલી દૂધ • બે ટેબલસ્પૂન એપલ સાઇડર વિનેગર • ૧૫૦ ગ્રામ મિક્સ ડ્રાયફ્રૂટ્સ • ૨૫ ગ્રામ કિસમિસ (સુલતાના) • ૨૫ ગ્રામ કાજુ • ૮-૯ નંગ એપ્રિકોટ સૂકાં • ૧/૪ કપ ટુટીફ્રૂટી • ૯-૧૦ ગ્લેઝ્ડ ચેરી • ૫૦ ગ્રામ કેન્ડિડ પિલ્સ • ૭૦-૮૦ ગ્રામ ખજૂર • અડધો કપ રમ / ઓરેન્જ જૂસ / એપલ જૂસ

(સ્પાઇસ મિક્સ) • અડધો ટીસ્પૂન તજ પાઉડર• બે ટેબલસ્પૂન સૂંઠ પાઉડર• બે લવિંગ • બે એલચી • ચપટી નટમેગ (જાયફળ) • કેક ટિન

રીતઃ બધાં ડ્રાયફ્રૂટ્સને ટુકડામાં કાપીને જૂસ અથવા રમમાં ઓવરનાઇટ ભીંજવવાં. સ્પાઇસ મિક્સનો પાઉડર કરીને મિક્સ કરી લેવું. એક બાઉલમાં મેંદો, સોડા, બેકિંગ પાઉડર અને સ્પાઇસ પાઉડરને ચાળી લેવા. બીજા બાઉલમાં બટર અને બ્રાઉન શુગરને બીટ કરી એમાં ધીમે-ધીમે મેંદો મિક્સ કરી લેવો. જોઈતા પ્રમાણમાં દૂધ ઉમેરવું. બધો મેંદો ખતમ થાય પછી ભીંજવેલાં ડ્રાયફ્રૂટ્સ, વિનેગર છેલ્લે નાખી કટ અને ફોલ્ડ મેથડથી મિક્સ કરી લેવું. ડસ્ટિંગ કરેલા કેક ટિનમાં આ બટર નાખી એને પ્રી-હીટ ઓવનમાં ૧૮૦ ડિગ્રી સેલ્સિયસ પર ૪૦-૪૫ મિનિટ માટે બેક કરી લેવું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter