આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: (ટિક્કી માટે) બાફેલા બટાકા (મેશ કરેલા) - 3 નંગ • રાજગરાનો લોટ - 2 ચમચી • મરી પાઉડર-અડધી ચમચી • સિંધવ મીઠું - સ્વાદ મુજબ • શેકવા માટે - ઘી અથવા તેલ
• (ચાટની સજાવટ માટે) મોળું દહીં - 1 કપ (ફેંટેલું) • થોડી ખાંડ ઉમેરેલું • ખજૂર - આંબલીની ચટણી - 4 ચમચી • ફરાળી લીલી ચટણી - 3 ચમચી • શેકેલા સિંગદાણાનો ભૂકો - 2 ચમચી • ફરાળી ચેવડો કે સેવ - સજાવટ માટે • લીલા ધાણા - સમારેલા
રીત: ટિક્કી બનાવવા મેશ કરેલા બટાકામાં રાજગરાનો લોટ, મરી પાઉડર અને સિંધવ મીઠું મિક્સ કરી લોટ જેવું બનાવો. તેમાંથી નાની ગોળ ટિક્કી બનાવી નોનસ્ટિક તવા પર ઘી કે તેલ મૂકી બંને બાજુ ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. આ રીતે ચાટ તૈયાર કરો... એક પ્લેટમાં 2 શેકેલી ટિક્કી લો. ઉપર મીઠું દહીં, લીલી ચટણી અને ખજૂર-આંબલીની ચટણી રેડો. ઉપર સિંગનો ભૂકો, ફરાળી ચેવડો અને લીલા ધાણા ભભરાવીને ચટાકેદાર ચાટ સર્વ કરો.


